HomeGujaratમોરબીના બરવાળા ગામે બિલની રકમ બાબતે એક શખ્સે વીજ કર્મીને માર...

મોરબીના બરવાળા ગામે બિલની રકમ બાબતે એક શખ્સે વીજ કર્મીને માર માર્યો

મોરબીના હળવદ રોડ પર આવેલ હરીઓમ પાર્કમાં રહેતા અને પીજીવીસીએલ કચેરી મોરબીના નાની વાવડી સબ ડીવીઝન ખાતે આસી. લાઇનમેન તરીકે ફરજ બજાવતા સંજયભાઈ કેશવજીભાઇ વિલપરાએ આરોપી રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા રહે. બરવાળા તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા સાહેદ ઇલેકટ્રીક આસીસ્ટન કનુભાઇ મોધાભાઇ મનાત બન્ને જણા ગ્રાહક જીવણભાઇ દેવાભાઇના ઘરે જેનું વીજ બીલ રૂ. 1,605 બાકી હોય જેથી તેઓના ઘરના ઝાપા પાસે જઇ જીવણભાઇ દેવાભાઇ હાજર ન હોય પરંતુ આરોપી હાજર હોય તેને બીલની બાકી રકમ બાબતે વાત કરતા સારૂ નહી લાગતા ફરીયાદી સાથે ઉગ્ર અવાજથી કહેવા લાગેલ કે તમારે બીલ લેવાનો સમય થઇ ગયો છે ? તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ ફરીયાદીને બે-ત્રણ ફડાકા મારી જાહેર સેવકની ફરજમા રૂકાવટ કરી હતી. આ મામલે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW