મોરબી તાલુકાના વાઘપર-સોખડા ગામની સીમમાં આવેલ મહેન્દ્રભાઈ જીવાભાઈની વાડીમાં રહેતા સવાભાઇ પરમારની 9 વર્ષની બાળકી સેજલે ગઈકાલના રોજ વાડીમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રાથમીક સારવાર મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી ગયા હતા. જે બાદ વધુ સારવાર માટે દાખલ કરતાં ત્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબીના ભડિયાદ કાંટા નજીક આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મધુવનભાઈ ભગવાનજીભાઈ મકવાણા ગઈકાલના રોજ ઘરે કોઇ કારણોસર બાથરૂમમાં પડી જતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી છે.

