સામાન્ય રીતે શહેરમાં લાગેલી સ્ટ્રીટ લાઈટ રાત્રીના સમયમાં અંધકારમાં અજવાશ પાથરી લોકોને ગંભીર અકસ્માતથી બચાવવાનું કામ કરતી હોય છે જોકે મોરબી શહેરમાં તો જાણે આ જ સ્ટ્રીટ લાઈટ તંત્રની બેદરકારીના કારણે અકસ્માત સર્જનારી બની ગઈ છે. શહેરના અલગ અલગ રોડ પર નમી ગયેલા અનેક વીજપોલ શહેરીજનો માટે જીવલેણ બને તેવા બની ગયા છે અને તેનો પુરાવો અવની ચોકડી માં જોવા મળી રહ્યા છે. ત્યારે અવની ચોકડી પાસે કેનાલ ની પાસે સ્ટ્રીટ લાઈટ ના બે સ્ટ્રીટ લાઈટ પોલ નમી ગયા છે અને સૌથી ગંભીર બાબત છેકે જ્યાં સ્ટ્રીટપોલ પાણી ની કેનાલ પર જ હોય છે જેના કારણે વીજ શોક લાગવાની પણ શક્યતા પણ સેવાઈ રહી છે ત્યારે મનપા વહેલી તકે આ પોલ રીપેર કરે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે