ઉડતા પંજાબનું નામ તો તમે સાંભળ્યું જ છે પરંતુ હવે ઉડતું ગુજરાત પણ બનતું જઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં દારૂ ચરસ ગાંજો અફીણ એમડી ડ્રગ્સ ડોડા સહિત અનેક ચીજ વસ્તુઓ વારંવાર ઝડપાઈ રહી છે ત્યારે ફરી એક વખત ગાંજાનો જથ્થો બગોદરા પોલીસે ઝડપી પાડ્યો છે.
અગાઉ ગુજરાતમાંથી દાહોદ જિલ્લામાં પોસ્ટ ડોડા ગાંજાનો જથ્થો ભરૂચમાંથી ડ્રગ્સ ની ફેક્ટરી વડોદરામાંથી ડ્રગ્સ મોરબીમાંથી ડ્રગ્સ અવારનવાર ઝડપાઈ રહ્યું છે ત્યારે મોરબીના એક શખ્સ ઓરિસ્સાથી મોરબી ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યો હતો તે દરમિયાન બગોદરા પોલીસે ઝડપી પાડ્યો છે.
બગોદરા ટોલટેક્સ પાસે બગોદરા પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન ડાંગરના કટ્ટા ભરેલા ટ્રક ચેકિંગ કરવામાં આવતા તેમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો આ સિવાય ટ્રકના કેબિન ની અંદર ના ભાગમાં તેમજ ઉપરના ભાગેથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો ગાંજાના જથ્થા સાથે ટ્રક ચાલક અનવર આદમ ભાઈ આધમ સંધિ મોરબી વાળાની અટકાયત કરી તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હાલ તો પોલીસે આરોપી અનવર આધમ સંધિ પાસેથી 102 કિલો જેટલો ગાંજાનો જથ્થો રોકડ રૂપિયા મોબાઇલ ફોન અને ટ્રક સાથે કુલ 25 લાખ કરતા પણ વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે અને માલ ક્યાંથી લઈ આવ્યો હતો અને તેને આપવાના હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.