એક આસામી ભરપાઈ કરવા પહોંચ્યા વેરો ભરતા ફરી સીલ ખોલવાની પ્રક્રિયા કરાશે,
જેમ જેમ માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે તેમ તેમ મનપા વેરા વસુલાત માટે સક્રિય બની છે. છેલ્લા અગાઉ નગર પાલિકા તરીકે અલગ-અલગ આસામીઓને વેરા ભરવા નોટિસ ફટકારવામાં આવી હતી. હવે મહા પાલિકા બની ગયા બાદ જે આસામીઓની લાંબા સમયથી વેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવા મિલકત ધારકો સામે કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે. હવે મહા પાલિકા મોટા બાકીદારોની મિલ્ક્ત સીલ કરી રહી છે. ગત મંગળવારે એક પંચાસર રોડ પર આવેલી માધવ ફલોરિંગ નામની મિલકત સીલ કરી હતી. જોકે તેઓ આજે તેઓ વેરો ભરપાઈ કરી ગયા હતા. જેથી તેમની આવતીકાલે સીલ ખોલવમ આવશે જયારે ગુરુવારે પણ મોરબી મહા પાલિકાની ટીમ દ્વારા અલગ અલગ સ્થળે પહોચી હતી. જેમાં સામા કાઠે આવેલા રિલાયન્સ કંપનીના ટાવરનો વેરો લાંબા સમયથી બાકી હોય જેથી તે મિલકત સીલ કરી હતી. તેમજ જેલ રોડ પર આવેલી ફ્કરી પાર્ક આવેલ લોક માન્ય ટાઈલ્સ અને લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ એક મિલકત સીલ કરવામાં આવી હતી.