મોરબીના પંચાસર રોડ પર શ્યામ સોસાયટીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના કેશરીયા ગામના વતની કમલેશભાઈ ઉર્ફે મહેશભાઈ માંડવીયાએ આરોપી હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા અને લાલાભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કમલેશભાઈને મકાન ખરીદવામાં રૂપિયાની જરૂરત હોય જેથી આરોપી હર્ષદભાઈ પાસેથી માસીક 3 ટકા લેખે રૂ.- 3,00,000 વ્યાજે લીધેલ હોય જેમાથી રૂપિયા 3,45,000 મુડી તથા વ્યાજના રૂપિયા ફરીયાદીએ પાછા આપેલ હોય તેમ છતા આરોપીએ ફરિયાદીને તેમની મોરબીના લક્ષ્મીનગર ગામના ગેટ પાસે દુકાને બોલાવી રૂપિયાની ઉઘરાણી કરી તેમજ રૂ.- 10,24,350 મુડી તેમજ વ્યાજના રૂપિયા ફરિયાદીને આપવાના બાકીનું લીસ્ટ ફરિયાદીના ફોનમાં વોટસેપમાં મોકલી બંને આરોપીઓએ વ્યાજે આપેલ રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરી માર મારવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.