મોરબી-માળિયા નેશનલ હાઇવે પર મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે, એક બ્લુ કલરની GJ-36-A-5300 નંબરની મારૂતી સ્વીફટ કારમાં કેફી પીણું ભરી માળીયા (મિં) તરફથી મોરબી બાજુ આવે છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી દેશીદારૂ લીટર 660 કિ.રૂ.- 1,32,000 તથા 1 મોબાઈલ ફોન અને કાર સહીત કુલ કિ.રૂ.- 4,92,000નો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપી કાર ચાલક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનાની નોધ કરી છે.