Monday, February 17, 2025
HomeGujaratવાંકાનેર નગર પાલિકામાં 11 મહિના પ્રમુખ ઉપ પ્રમુખ સહિતની બોડી માટે યોજાશે...

વાંકાનેર નગર પાલિકામાં 11 મહિના પ્રમુખ ઉપ પ્રમુખ સહિતની બોડી માટે યોજાશે મધ્યસત્ર ચૂંટણી 

ત્રણ વર્ષ પહેલા પ્રમુખ સામે અલગ-અલગ ફરિયાદો ઉઠતા શહેરી વિકાસ વિભાગે કરી હતી સુપર સીડ, 
 
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખા દ્વારા આજે રાજ્યની અલગ-અલગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી મધ્યસત્ર ચૂંટણી તેમજ ખાલી પડેલી બેઠક ભરવા પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં મોરબી જિલ્લાની બે નગર પાલિકાનો સમાવેશ થાય છે. જેમાં હળવદ નગર પાલિકામાં સામાન્ય ચૂંટણી જયારે વાંકાનેર નગર પાલિકામાં મધ્ય સત્ર ચૂંટણી યોજાશે આ ઉપરાંત માળિયા મિયાણા નગર પાલિકાના બે વોર્ડની અને માળિયા તાલુકા પંચાયતની સરવડ બેઠક અને વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે. 

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં જાન્યુઆરી 2021ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં 28 બેઠક માંથી 24 બેઠક પર ભાજપે જીત મેળવી એક તરફી જીત મેળવી હતી. જોકે બાદમાં પ્રમુખ પદ માટે ખેચતાણ થઇ અને ભાજપના જ બે જૂથ પડી જતા પક્ષે જે ઉમેદવારને મેન્ડેટ આપ્યું હતું. તેના નામને લઈ બળવો થયો અને ભાજપના જ સદસ્યો એ મળી મેન્ડેન્ટને બદલે ભાજપના મહિલા સભ્ય જયશ્રી બેન સેજપાલને  પ્રમુખ બનાવી દેતા ભાજપમાં  આંતરિકમાં ભડકો થયો હતો જોકે અને શરુઆતથી એવી અટકળો લગાવવામાં આવતી હતી કે પ્રમુખ પદ માટે થયેલી ખેચતાણ પાલિકામાં ભાજપનું શાસન ડગમગાવી નાખશે જેથી ગમે ત્યારે નવા જૂની થશે. થોડા સમય બહારથી  સમુસુતરું લાગતા આ શાસનમાં અંદર ખાને ઉકળતો ચરુ બહાર આવવા લાગ્યો  અચાનક પાલિકા પ્રમુખ અને બોડી સામે ફરિયાદોનો દૌર શરુ થયો અને આ ફરિયાદ છેક ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ સુધી પહોચી હતી. અંતે શહેરી વિકાસ વિભાગે પાલિકા પ્રમુખને કામગીરીમાં બેદરકારી માટે સુપરસીડ કેમ ન કરવી તે બાબતે લેખિત ખુલાસો માગવામાં આવ્યો હતો. જેનો જવાબ આપ્યા બાદ શહેરી વિકાસ વિભાગને સંતોષ ન થતા આખી બોડી સુપર સીડ કરી દેતા વહીવટદાર શાસન આવી ગયું હતું લગભગ ત્રણ વર્ષ સુધી પાલિકામાં વહીવટદાર શાસન લાગુ થયું હવે ફરી એકવાર એક વર્ષના પ્રમુખ ઉપ પ્રમુખ માટે તા. 16 ના રોજ મતદાન થશે અને 18 મીએ મતદાન થશે. 

તો ભાજપ શાસિત હળવદ નગર પાલિકાની ટર્મ પણ પૂર્ણ થઇ જતા અંતે પાલિકામાં સામાન્ય ચૂંટણીની જાહેરાત થતા હવે ત્યાં સામાન્ય ચૂંટણી યોજાશે. માળિયા પાલિકા અને બે તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણી યોજાશે. મોરબી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ પેટા ચૂંટણીમાં માળિયા મિયાણા નગર પાલિકાના વોર્ડ 2 અને વોર્ડ 5 ની પણ પેટા ચૂંટણી યોજાશે આ આ ઉપરાંત વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક અને માળિયા મિયાણા તાલુકા પંચાયતની સરવડ બેઠકની પણ પેટા ચૂંટણી યોજાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW