માળીયાના મોટા દહીંસરા ગામે રેલવે ફાટક પાસે રમેશભાઈ રાઠોડની ઓરડીમાં રહેતા બે યુવાનોનું ગુંગળામણથી મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, હાલ માળીયાના મોટા દહીંસરા ગામે રેલવે ફાટક પાસે રમેશભાઈ રાઠોડની ઓરડીમાં રહેતા અને મૂળ ઝાંરખડના વતની કૂલદીપકુમાર ચુરામણ મહતો અને ગોપાલકુમાર ગીરધારી મહતો નામના બંને યુવકો રાત્રીના જમીને પોતાની ઓરડી પર સુઈ ગયેલ અને વહેલી સવારે ઉઠેલ ન હોય જેથી તેના સાથે કામ કરતા કર્મચારીએ તેઓની ઓરડી પર જતા બન્ને બેભાન અવસ્થામા હોય જેથી બન્ને ને સારવાર માટે સરકારી હોસ્પીટલ મોરબી ખાતે ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે જોઇ તપાસી તેને મૃત જાહેર કરતા બન્ને ની લાશનું ફોરેન્સીક પી.એમ.કરાવતા ડોકટરએ બન્ને નું ગુંગળામણના કારણે મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે માળિયા પોલીસે તેના મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.