મોરબી સિટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે સામાકાંઠે વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં સરકારી સ્કૂલની સામે ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા સુનિલભાઇ દેવસીભાઇ સુરેલા, કરણભાઇ નથુભાઇ સાલાણી, સુનીલભાઇ ગોરધનભાઇ સુરેલા અને અજયભાઇ નથુભાઇ સાલાણી નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રકમ રૂ.12,500નો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરૂદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.