કચ્છ-મોરબી નેશનલ હાઇવે પર પોલીસ વોચમાં હોય તે દરમિયાન હાઇવે પરથી પસાર થઈ રહેલ GJ-36-AJ-6885 નંબરની ઇકો કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 12 બોટલો મળી આવી હતી. કારમાંથી ઈંગ્લીશ દારૂ કુલ રૂ.- 8,232 અને ઇકો કાર સહિત કુલ રૂ.- 3,58,232નો મળેલ મુદામાલ સાથે દારૂની હેરાફેરી કરનાર આરોપી એજાજભાઈ સલીમભાઈ ભટ્ટીને પોલીસે પકડી લીધો હતો. માળિયા પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.