HomeGujaratમોરબીના લીલાપર નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 368 બોટલ પકડાઈ

મોરબીના લીલાપર નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 368 બોટલ પકડાઈ

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે લીલાપર રોડ નજીક ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. ત્યાં આરોપી મોમભાઈ પરબતભાઈ સાવધાર તથા હીરાભાઈ પરબતભાઈ સાવધારના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે સ્થળેથી કુલ 368 ઇંગલિશ દારૂની બોટલ કુલ રૂપિયા- 2,06,816નો મળેલ મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો. તેમજ રેડ દરમિયાન આરોપીઓ હાજર ન મળી આવતા પોલીસે બંને શખ્સોને ફરાર બતાવી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW