મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલા ગેલેક્સી વેલનેસ સ્પામાં સંચાલકો મસાજ પાર્લરની આડમાં બહારથી મહિલાઓને બોલાવી ગેર કાયદે દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોવાની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને બાતમી મળીહતી જેના આધારે આ ટીમ સ્પામાં ત્રાટકી હતી અને તેમાં તપાસ કરતા અંદરથી કન્ડોમ પેકેટ તેમજ શરીર સુખ માટે સગવડ કરી આપી ગેરકાયદે કુટણખાનું ચાલતું હોવાનું સામે આવતા પોલીસે સ્પાના સંચાલક ફારુક ઈબ્રાહીમ હાણીયા અને મહમદ હુસેન ભીખુભાઈ સંધીની ધરપકડ કરી હતી સ્થળ પરથી કન્ડોમ પેકેટ,મોબાઈલ રોકડ રકમ સહીત 12 400 નો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી