HomeGujaratમોરબીમાં પોલીસ અરજી બાબતે સમાધાન થવા છતાં યુવક પર ત્રણ શખ્સે કર્યો...

મોરબીમાં પોલીસ અરજી બાબતે સમાધાન થવા છતાં યુવક પર ત્રણ શખ્સે કર્યો હુમલો

મોરબીના શનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરી વિશ્વકર્મા પાર્કમાં રહેતા મિથુનભાઈ મોહનભાઈ કુંઢનાણીએ આરોપી ચિરાગભાઇ ઉર્ફે જીગો વિનોદભાઈ ખખ્ખર, કાનાભાઇ વિનોદભાઈ ખખ્ખર અને જયરાજભાઈ કાનાભાઈ રહે. તમામ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીએ અગાઉ આરોપી ચિરાગભાઈ પાસેથી રૂપીયા લીધેલ હોય જે બાબતે અગાઉ પોલીસમાં અરજી કરેલ હતી. ત્યારે તેમને સમાધાન થઇ ગયેલ હોય આ બાબતનો ખાર રાખી આરોપીઓએ મિથુનભાઈ સાથે મોરબીના નવાડેલા રોડ પર બોલાચાલી કરી ગાળો આપી હતી અને ફરીયાદિએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ લાકડાના ધોકા વડે માર માર્યો તથા ઢીકાપાટુનો મારમારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW