મોરબીના નવી પીપળી ધર્મગંગા સોસાયટીમાં રહેતા અભયભાઈ બાલાશંકર દવે નામના યુવાનનો ધંધો વેપાર બરાબર ચાલતો ન હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળી ગત તા.-13ના રોજ મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર આગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે ઝેરી દવા પી જતા ઝેરી અસર થતા બેભાન હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

