HomeGujaratમોરબીના સેવાભાવી બચું બાપાને વૈકલ્પિક જગ્યા ફાળવવાની ધારાસભ્યની ખાતરી

મોરબીના સેવાભાવી બચું બાપાને વૈકલ્પિક જગ્યા ફાળવવાની ધારાસભ્યની ખાતરી

મોરબી મહાનગર પાલિકા દ્વારા હાલ અલગ અલગ વિસ્તારમાં દબાણ દુર કરવામાં આવી રહ્યા છે આજે મહા પાલિકાની ટીમ આજે દબાણ દુર કરવા સ્ટેશન રોડ પર પહોચી હતી. જ્યાં અલગ અલગ વિસ્તારમાં દબાણ દુર કરવામાં આવ્યા હતા જેમાં સુરજબાગ પાસે વર્ષોથી સેવા અન્ન ક્ષેત્ર ચલાવતા બચુંબાપાની પણ જગ્યા પણ રોડ પર હોવાથી પાલિકા દ્વારા આ સ્થળે પણ દબાણ હટાવવામાં આવ્યું હતું. લોકોને ખુબ નજીવા દરે ભોજન આપતા બચું બાપાની જગ્યા તોડવમાં આવતા વિવાદ થવાની શક્યતા સેવાઈ રહી હતી જેને પગલે ધારાસભ્ય કાંતિ અમૃતીયા સ્થળ પર દોડી ગયા હતા અને પાલિકાની કામગીરી લોકોના હિત માટે હોય જેથી કામગીરી ગણાવી હતી સાથે સાથે બચું બાપાની સેવા ભાવના પણ સાચી હોવાથી અને તેમનું મનોબળ ન તૂટે તે માટે વૈક્લ્પીક જગ્યા પણ ફાળવવાની ખાતરી આપી હતી અને ભવિષ્યમાં પણ સેવાભાવના શરુ રાખે તે માટે પ્રોત્સાહીત કર્યા હતા

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW