મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના ગામડાઓમાં લાખો હેક્ટર ખેતીની ફળદ્રુપ જમીન આવેલી છે. પરંતુ સિંચાઈના અભાવે વર્ષે એક અથવા બે પાક જ લઇ શકાય છે. આ બાબતે વર્ષોથી અનેક રજૂઆત જિલ્લા કક્ષાએથી સીએમ સુધી થઇ રહી છે, હવે લાંબા સમય બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆતો બાદ સરકાર દ્વારા માળિયા મિયાણા તાલુકના ગ્રામ્ય વિસ્તારોને સિંચાઈ સુવિધા પૂરી પાડવા સક્રિયતા દાખવી છે. અગામી સમયમાં રાજ્ય સરકારના નર્મદા જળ સંપતી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આ તાલુકાના નવ ગામના તળાવોને એકસાથે જોડવા 2.39 જેટલી રકમ મંજુર કરવામાં આવી છે, જેમાં જસાપર, નાની બરાર, જાજાસર, દેવગઢ ગામના તળાવોને લીક કરવા રૂ. 40.66 લાખ ધરમનગર થી રાસંગપરના તળાવને જોડવા 99.92 લાખ, નવા ગામથી ધરમનગરના તળાવને જોડવા 70.51 લાખ જ્યારે મહેન્દ્રગઢ થી સરવડ ગામના તળાવને જોડવા 18.95 લાખના કામને સૈધાંતિક મંજુરી આપવામાં આવી છે.
આ તળાવો લિંક થવાથી સિંચાઈ તથા પશુપાલન વ્યવસાયને ફાયદો થશે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતનું હકારાત્મક પરિણામ આવવાથી તમામ 9 ગામોમાં આનંદ વ્યાપી ગયો છે.

