વાયરસ સામાન્ય ડરવાની નહિ સાવચેત થવા અપીલ(કેપ)રાજ્ય સરકારની સૂચના આધારે ટીમ તૈયાર સિવિલ અધિક્ષકે સ્ટાફ સાથે કરી બેઠક,

હાલ પાડોશી દેશ ચીનમાં નાના બાળકો અને વૃદ્ધ લોકોમાં જોવા મળતો HMPV વાયરસ સક્રિય થતાં ઘણા શહેરમાં મોટાપાયે બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે બીજી તરફ ભારતના હજુ એકલ દોકલ કેસ નોંધાય રહ્યા છે પરંતુ તકેદારીના ભાગરૂપે કેન્દ્ર અને રાજ્ય ની આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા સ્તરે એલર્ટ કરાયા છે જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે તાજેતરમાં મોરબી જિલ્લાની વિવિધ પીએચસી સીએચસી તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા તબીબો અને આરોગ્ય કર્મીઓને આ વાયરસ બાબતે જાગૃત કર્યા હતા અને તેની સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું hmpv વાયરસ એ કોઈ નવો વાયરસ ન હોય તેમજ આજની સ્થિતિ જોખમી પણ ન હોવાથી લોકોને ગભરાવવાના બદલે સાવચેત રહેવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો પી કે શ્રીવાસ્તવે જણાવ્યું હતું તેમજ મોરબી જિલ્લાનું આરોગ્ય તંત્ર વાયરસ સામે લડવા સક્ષમ હોવાનું જણાવ્યું હતું.
મોરબીની સિવિલ હોસ્પિટલમાં મોરબીના સિવિલ અધિક્ષક પી કે દૂધરેજિયા ના જણાવ્યા મુજબ મોરબીની સિવિલ હોસ્પિટલમાં તમામ સ્ટાફ મેડિકલ ઓફિસરને જરૂરી સુચના આપી દેવાઈ છે અને કોરોના વખતે તૈયાર કરેલા આઈસોલેશન વોર્ડ આ બીમારી માટે પણ ઉપયોગ લઈ શકાશે તેની સફાઈ કરી ડિસઇન્ફેકટ કરી દેવાયા છે આ વાયરસ ગંભીર ન હોવાથી સામાન્ય ફીવર, કે શરદી ઉધરસમાં સારવાર આપવામાં આવે છે તે મુજબ જ સારવાર આપવાની રહે છે તેમ છતાં 15 બેડ અગાઉથી રીર્ઝવ છે અગાઉથી વેન્ટિલેટર ઓક્સિજન બેડ પણ તૈયાર છે.
શાળામાં બાળકોને ચેપ ન લાગે તે માટે જરૂરી પગલા લેવા સુચના આપી છે
મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા જે સતર્કતા ના ભાગરૂપે પગલા લેવાના થાય તે પગલા લેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી તરફથી લેખિત સુચના આપી દેવાઈ છે ખાસ કરીને હાલની ઠંડીની સીઝનને ધ્યાને લઇ શરદી ઉધરસના કેસમાં ચેપ વધુ ન ફેલાય તે માટે માસ્ક પહેરવા શાળામાં આવતા જતા બાળકો વાંરવાર હાથ ધોવાની પણ દરેક શાળાઓને તકેદારી લેવા જણાવ્યું તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતા મહેતાએ જણાવ્યુ હતું.

