HomeGujaratમોરબી જિલ્લાના પ્રદૂષણ નિયંત્રણ કચેરીના વર્ગ 2 ના પાંચ અધિકારીની બદલી સામે...

મોરબી જિલ્લાના પ્રદૂષણ નિયંત્રણ કચેરીના વર્ગ 2 ના પાંચ અધિકારીની બદલી સામે માત્ર 3 અધિકારી મળ્યા

મોરબી જિલ્લા ની પ્રદૂષણ નિયંત્રણ કચેરી માં લાંબા સમયથી મુખ્ય અધિકારીની જગ્યા ખાલી છે જેના કારણે તે ઇન્ચાર્જ અધિકારીથી ચાલે છે આટલું ઓછું હોય તેમ આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કચેરી ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલી સામુહિક બદલીમાં મોરબી જિલ્લાની પાંચ અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીની બદલી કરવામાં આવી છે જેમાં હસમુખ મનસુખભાઈ પરમાર ની કચ્છ ગોવિંદ મણીલાલભાઈ પ્રજાપતિ ની ગાંધીનગર મહેન્દ્રભાઈ ખીમસુરીયા ની ભરૂચ કિરણ ક્રિશ્ના પૂજારીની ગાંધીનગર અને ઇન્દ્રવદન ભાઈ પટેલની વાપી ખાતે બદલી કરવામાં આવી છે જેની સામે હાલ જીપીસીબી દ્વારા મુકેશ ભાઈ રાઠોડ ને પોરબંદર થી મોરબી ચેતનભાઇ ચૌહાણને જામનગર થી મોરબી તેમજ ગિરધન અરજણભાઈ રામને જેતપુર થી મોરબી મુકવામાં આવ્યા છે જોકે હજુ પણ બે અધિકારીની જગ્યા ખાલી પડી હોવાનું સામે આવ્યું છે ઉદ્યોગિક હબ મોરબીમાં અવારનવાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ અંગેના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉગતી હોય છે આ ઉપરાંત વિવિધ પ્રકારની મંજૂરીઓ અને અન્ય વહીવટી કામગીરીનો પણ ભારે ભરાવો હોવા છતાં મોરબી જિલ્લામાં જગ્યાઓ ખાલી રાખવામાં આવતા આગામી દિવસોમાં જીપીસીબી કચેરીમાં કર્મચારીઓની ઘટ અને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે તો પણ નવાઈ ન કહેવાય

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW