HomeGujaratમોરબીમાં ટ્રક ચાલકોને છરી બતાવી લૂંટ ચલાવવાની ઘટનામાં સમા ગેંગના સાગરિત સહિત...

મોરબીમાં ટ્રક ચાલકોને છરી બતાવી લૂંટ ચલાવવાની ઘટનામાં સમા ગેંગના સાગરિત સહિત 2 ની ધરપકડ

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં શ્રી હરિ ચેમ્બર પટેલ વિહાર હોટલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે પાર્ક કરેલા જુદા જુદા ટ્રક અને ટ્રેલર સહિત ચાર વાહનોના ડ્રાઇવરોને છરી બતાવીને ડરાવી ધમકાવીને સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ તેઓની ગાડીમાં ડીઝલની ટેન્કમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરીને 750 લીટર ડીઝલ ની લૂંટ કરવામાં આવી હોવાની તાલુકા પોલીસ મથકમાં ટ્રાન્સપોર્ટ માલિકે ફરિયાદ નોધાવી હતી આ ઘટનામાં મોરબી એલસીબીની ટીમે નઝરબાગથી રફાળેશ્વર તરફ જતા રોડ પર આવેલ ઓમકેન સિરામીક પાસેથી એક સ્કોર્પિયો કારમાંથી બે શખ્સને ઝડપી લીધા હતા તેની પાસેથી લૂટ કરેલ 750 લીટર ડીઝલ એક સ્કોર્પિયો, એક બોલેરો કાર અને મારુતિ ઇકો એમ કુલ ત્રણ કાર છરી,ડીઝલ ભરવાના કેરબા ,પ્લાસ્ટિક નળી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામની સીમમાં આવેલ શ્રી હરિ ચેમ્બર્સ પટેલ બિહાર હોટલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટ ઓફિસ સામે  બે ટ્રકના ડ્રાઇવર તથા પ્રવીણ દલસાણીયાની ટ્રકના ડ્રાઇવર અને સોરીસો સીરામીક નજીક રોડ ઉપર પાર્ક કરેલ ટ્રક ટેલરના ડ્રાઇવરને છરી બતાવીને સ્કોર્પિયો ગાડીમાં આવેલ ત્રણ અજાણ્યા 30થી 40 વર્ષના શખ્સો દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા. તેઓની ગાડીમાં ડીઝલની ટાંકીઓમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરીને ડિઝલની લૂંટ કરવામાં આવી હતી. 750 લિટર ડીઝલની લૂંટ કરવામાં આવી છે. જેથી 67,500ની કિંમતના ડીઝલની લૂંટ થઈ હોવાની  રાજકોટના સહકાર સોસાયટી  રહેતા સંજય ગોવિંદભાઈ ચાવડાની એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 12સીજી 2218ના ચાલક સહિત કુલ ત્રણ અજાણ્યા શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. સંજયભાઇ ની ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો કારની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આં કાર જૂના રફાળેશ્વર રોડ પર હોવાની બાતમી આધારે નજરબાગ રફાળેશ્વર વચ્ચે ઓમકેન સિરામીક પાસે વોચ ગોઠવી હતી અને રોડ પરથી સ્કોર્પિયો કારમાંથી આમદ ઉર્ફે ભાભો સિદ્દીકભાઈ સમાં અને શિવકુમાર હરી સીંગ કરન ને ચોરાઉ ડીઝલ સાથે ઝડપી લીધા હતા બન્નેની પૂછ પરછ કરતા કચ્છ જિલ્લા ના હનીફ ઓસમાણ સમાં, અબુ બકર રમજાન ભાઈ સમાં અને મજીદ તૈયબ સમાંના પણ નામ ખુલતા તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW