હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર સુસવાવ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર GJ-06-PC-4226 નંબરનો કાર ચાલક કાર પુર ઝડપે અને બેદરકારી ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ ચલાવી જઈ GJ-01-FH-4967 નંબરના બાઈકને સાઇડમાંથી ઠોકરે લેતા બાબુભાઈ રાઠોડને ડાબા પગે ઢીંચણથી નીચેના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા તથા સાહેદ મોહનભાઇ બાબુભાઇ મકવાણાને ડાબા પગે પેનીના ભાગે મુંઢ ઇજા તથા કપાળના ભાગે તથા ડાબા પગે ઢીંચણના ભાગે ઇજા પહોંચાડી હતી. આ મામલે બાબુભાઈ રાઠોડએ હળવદ પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

