Monday, February 17, 2025
HomeNationalInter Nationalચીનમાં આવેલા 7.1 તીવ્રતાના ભૂકંપમાં 53નાં મોત, 62 ઘાયલ

ચીનમાં આવેલા 7.1 તીવ્રતાના ભૂકંપમાં 53નાં મોત, 62 ઘાયલ

ભારત, નેપાળ અને ભૂતાનમાં પણ ચીનના ભૂંકપના આંચકા અનુભવાયા

ચીનના તિબેટ પ્રાંતમાં મંગળવારે સવારે આવેલા ભૂકંપના કારણે 53 લોકોનાં મોત થયાં છે, જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી અનુસાર, સવારે 9.05 વાગ્યે (ભારતીય સમય મુજબ 6.30 વાગ્યે) આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિજાંગમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકા ભારત સુધી અનુભવાયા હતા. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. આ ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂતાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. હાલમાં ભારતમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. તિબેટમાં આવેલા ભૂકંપમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. નેપાળની રાજધાની કાઠમંડુ અને ભારતના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચીનના સ્ટેટ બ્રોડકાસ્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ભૂકંપ બાદ ખંડેરમાં વિખરાયેલાં મકાનો, તૂટેલી દીવાલો અને કાટમાળ જોવા મળે છે.

ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સવારે 9:05 વાગ્યે (0105 GMT) નેપાળની સરહદ નજીક ડિંગરી કાઉન્ટીમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી. ભૂકંપના કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે વિસ્તારના લોકોનો સંપર્ક કરી રહ્યા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તેની અસર 400 કિમી દૂર નેપાળની રાજધાની કાઠમંડુમાં પણ અનુભવાઈ હતી. બિહાર અને બંગાળમાં પણ ધરતી ધ્રૂજી હતી. તિબેટમાં આવેલા ભૂકંપની અસર ભારત સુધી જોવા મળી હતી. બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામની ધરતી પણ ધ્રૂજી હતી. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. બિહારમાં લોકો તેમના ઘર અને એપાર્ટમેન્ટની બહાર જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW