HomeGujaratમોરબી જીલ્લામાં અપમૃત્યુના બનાવમાં 4ના મોત

મોરબી જીલ્લામાં અપમૃત્યુના બનાવમાં 4ના મોત

(1) મોરબીના રફાળેશ્વર તળાવ સામે રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા દર્શન પીતાંબરભાઈ ઝાલા નામના યુવાનનું મોત નીપજયું હતું. આ મામલે પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

(2) મોરબીના નાની વાવડી ગામે હરસ તેમજ છાતીમાં દુઃખાવાની બીમારીથી કંટાળી પૂંજાભાઈ મોતીભાઈ મકવાણા ઉ.67 નામના વૃદ્ધે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટુકાવ્યું હતું.

(3) મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ કોસ્મો સિરામિક નજીક રહેતા અજય લાભુભાઈ આદ્રોજા ઉ.25 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.

(4) વાંકાનેર મિલપ્લોટમાં રહેતા ભાવેશ રમેશભાઈ દલસાણીયા ઉ.31 નામના યુવાને પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW