મોરબી જિલ્લામાં અવાર નવાર વ્યાજ વટાવના ધંધા કરી ગુનામાં પકડાયેલ ઇસમ મેહુલભાઇ ઉર્ફે માધવ લાખાભાઇ ઝીલરીયા રહે.રવાપર ગામ ઝાપા પાસે શીવમંદીર સામે મોરબી વાળા વિરૂધ મોરબી સીટી એ-ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામાં આવ્યું હતું. જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમને સુરત લાજપોર જેલ ખાતે પાસા હેઠળ જેલ હવાલે કરાયો.

