મોરબી તાલુકાના રાજપર અને પંચાસર ગામની સીમમાં આજે સાંજના સમયે અચાનક એક દીપડાએ દેખા દીધા હતા જે અંગેની જાણ થતાં ગ્રામજનો લાકડીઓ લઇ સીમ વિસ્તારમાં પહોચ્યા હતા અને તેનું લોકેશન જાણવા પ્રયાસ કર્યો હતો આં દરમિયાન એક જગ્યા એથી મળી આવતા લોકોએ વિડિયો બનાવી લીધો હતો જે સોશ્યલ મીડિયામાં ફરતો થયો બીજી તરફ આં અંગે વન વિભાગની ટીમ ને જાણ થતાં મોરબી રેન્જ ફોરેસ્ટ ના અધિકારી જયદીપસિંહ જાડેજા અને વન કર્મીઓ પહોંચ્યા હતા અને દીપડાના ફૂટ પ્રિન્ટ આધારે તપાસ કરી હતી અને હાલ આં જ ગામમાં છે કે લોકોના ટોળા જોઈ ભયને કારણે અન્ય જગ્યાએ જતો રહ્યો છે તે અંગે તપાસ કરી હતી

