HomeGujaratહળવદના નવાં અમરાપરમાં ખેડૂતોના ઉભાં પાકમાં વિજપોલની કામગીરી, પરસેવાથી સિંચેલો પાક ધુળમાં...

હળવદના નવાં અમરાપરમાં ખેડૂતોના ઉભાં પાકમાં વિજપોલની કામગીરી, પરસેવાથી સિંચેલો પાક ધુળમાં રોળાયો

હળવદના નવાં અમરાપર ગામે આજે પાવરગ્રીડ કંપની દ્વારા હળવદ પોલીસ અને એસઆરપી જવાનો સાથે ખેડૂતોનાં જીરું અને ચણાનાં ઉભાં પાકમાં ભારે વાહનો લાવીને કામગીરી કરતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પરંતુ ખેડૂતોની સંખ્યા કરતાં પોલીસ જવાનોની સંખ્યા વધું હોવાથી નાં છુટકે હતાશ થઈ રોળાઈ રહેલા પાક નજરે જોવા મજબૂર બનવું પડ્યું છે.આમતો હળવદમાં અમદાવાદ-લાકડીયા 765 કેવી વીજલાઈન મામલે ખેડૂતોએ ફરી વિરોધનો વંટોળ શરૂ કર્યો છે.

જેમાં હળવદના મંગળપુર, વેગડવાવ, ઇસનપુર, નવા અમરાપર ઘનશ્યામગઢ સહિત 9 ગામોમાંથી માળીયા તાલુકાના 4 આમ 13થી વધુ ગામોમાં વિજપોલ પસાર થાય છે અને છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવાર નવાર ઘર્ષણ થઈ રહ્યું છે. પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યાનો આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે. ત્યારે અગાઉ ખેડૂતોએ ગામોમાં બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે હળવદના નવા અમરાપરમા આજે ખેડૂતો એકઠા થઇ કંપનીનો વિરોધ કર્યો હતો. ખેડૂતોને હાલમાં એક મિટરના આપવામાં આવે છે તેનો જીઆર સહિતની સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગણી સાથે આજે ખેડૂતોએ અમરાપર ગામે વિરોધ કર્યો હતો તો સાથે ચોમાસામાં ખેડૂતોનાં ઉભાં પાકમાં કામગીરી થતી હતી.


જેનો વિરોધ થયાં બાદ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જોકે તે સમયે ખેડુતોના ઉભા પાકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી નહોતી અને ફરી એક વખત જીરું અને ચણાનાં ઉભાં પાકમાં કામગીરી થતાં ખેડૂતો એકઠાં થઈ વિરોધ કર્યો હતો. જોકે પોલીસ જવાનોનું બંદોબસ્ત ગોઠવવામાં આવતાં ખેડૂતોમા સરકાર અને કંપની સામે ભારોભાર રોષ ફેલાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW