મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક શ્રીનંદ એન્ટરપ્રાઈઝમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 35 બોટલો અને 20 બીયર ટીન મળી કુલ રૂ.- 35,393નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મુદામાલ સાથે આરોપી સાવનભાઇ મનુભાઇ ડાંગર અને મુનાભાઇ ચાવડાને પોલીસે ઝડપી લીધા હતા. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

