HomeGujaratમોરબીના નાની વાવડી નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબીના નાની વાવડી નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબીના નાની વાવડી ગામે આવેલ ભક્તિ નગર સોસાયટીમાં રહેતા પ્રાગજીભાઈ સોલંકી નામના વૃદ્ધ ગત તા.-23ના રોજ એકટીવા લઇ ઘરેથી દુકાને જતા હતા. ત્યારે તેમની દુકાનની નજીક રોડ ક્રોસ કરતા હતા, તે સમયે GJ-03-EL-2796 નંબરના સ્વીફટ કાર ચાલકે તેની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પ્રાગજીભાઈ એકટીવા સાથે હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં પ્રાગજીભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ મામલે મહેન્દ્રભાઈએ તે કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW