રાત્રીના અંધકારમાં અકસ્માતનો ભય યથાવત,
મોરબી શહેર નજીકથી પસાર થતા રાજકોટ કંડલાને જોડતા બાયપાસ રોડને માર્ગ મકાન વિભાગે ફોર લેન કર્યા બાદ અલગ-અલગ રેલ્વે ક્રોસિંગ તેમજ મુખ્ય ટ્રાફિક વાળા રોડ પર ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. જે પૈકી વાવડી ચોકડીથી નેક્સસ સિનેમા સુધી બનેલા ઓવર બ્રીજ પર સ્ટ્રીટ લાઈટ ફીટ તો કરવામાં આવી પરંતુ, તેમાં આજ દિન સુધી લાઈટ ન ફીટ કરવામાં આવતા અકસ્માત જોખમ રહે છે. ખાસ કરીને આ હાઇવે પર ઓવર લોડ ટ્રક અને ભારે વાહન તેમજ પુર ઝડપે ચાલતા વાહનોથી નાના વાહન ચાલકો સાથે જીવલેણ અકસ્માત થવાની ભીતિ છે. આ મુદે અનેક વખત સામાજિક કાર્યકરો અને આગેવાનો દ્વારા બ્રીજની લાઈટ શરુ કરવા માં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

