મોરબીની મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં દિન પ્રતિદિન સરકારી નિયમના ઉલાડીયા કરી આડેધડ કામગીરી કરવામાં આવતા સરકારી મિલકત અને જમીનને નુકશાન પહોચાડવાની ફરિયાદ સતત વધી રહી છે અગાઉ સરકારી ખરાબામાં ગેર કાયદે બાંધકામ બાબતમાં અરજી થઇ હતી જેમાં હજુ કોઈ એક્શન લેવાયા નથી ત્યાં વધુ એક ફરિયાદ સામે આવી છે મહેન્દ્રનગર ગામના પૂર્વ ઉપ સરપંચ દ્વારા આજથી 6 મહિના પહેલા RTI હેઠળ એક વિગત માગી હતી જેમાં ગ્રામ પંચાયત હસ્તકની મિલકત એવી અવેડા સાથેનો ચબુતરો તેમજ સ્નાનઘાટ તોડી પાડવામાં આવ્યું હતું તે કોની મંજુરીથી અને તેના માટે કરેલા જરૂરી પ્રકીયાના દસ્તાવેજી પુરાવા ની નકલ માગવામાં આવી હતી જોકે ગ્રામ પંચાયતે આ રેકર્ડ ઉપલબ્ધ ન હોવાનો ઉડાઉ જવાબ આપી દેતા આ મુદે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેકટર કચેરી સુધી ફરિયાદ કરી હતી આ ઉપરાંત આ પ્રશ્ન મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ રજુ કરાયો હતો જે બાદ જિલ્લા કલેકટર દ્વારા સમયંતરે 2 વખત જયારે જિલ્લા વિકાસ અધિકારી કચેરીએ થી ત્રણ વખત ટીડીઓ અને તલાટી મંત્રીને આ મિલકત કાયદેસર કાર્યવહી વિના તોડી પાડવામાં આવેલ હોય તો તેની સામે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો જોકે તલાટી મંત્રી વહીવટદાર તેમજ તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ જાણે કલેકટર અને ડીડીઓથી મોટા થઇ ગયા હોય તેમ બે મહીંના કરતા પણ વધારે સમય થવા છતાં હજુ કોઈ કાર્યવાહી ન કરી નથી જે તે સમયે ડીડીઓ કચેરી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અગાઉના આદેશનું પાલન ન થવાનું જણાવી કડક શબ્દમાં તપાસ કાર્યવાહી પૂર્ણ કરી 7 દિવસમાં અહેવાલ રજુ કરવા જણાવ્યું હતું આદેશને પણ 2 મહિના કરતા વધારે સમય થવા છતાં જિલ્લા પંચાયત અધિકારીઓ કેમ કોઈ એક્શન લેતા નથી શું મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં થતા ગેર કાયદે ધંધાઓ પર કોઈ રાજકીય આગેવાનના હાથ છે કે પછી અધિકારીઓના હાથ પણ આવા ખોટા ધંધામાં પડેલા છે તેવા સવાલ ઉઠ્યા છે
ગ્રામ પંચાયતના તલાટી કે વહીવટદાર TDO જો જિલ્લા કક્ષાના અધિકારીઓને ગાંઠતા ન હોય તો સામાન્ય માણસોના કામ કેવી રીતે થતા હશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

