HomeGujaratમોરબીમાં મચ્છુ કાંઠે જાહેરમાં બીયર પાર્ટીનો વિડીયો ઉતારી બે શખ્સે દારૂ બંધીના...

મોરબીમાં મચ્છુ કાંઠે જાહેરમાં બીયર પાર્ટીનો વિડીયો ઉતારી બે શખ્સે દારૂ બંધીના ઉડાળીયા ધજાગરા

ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂ અને બિયરનો મોટા પ્રમાણમાં વેચાણ ગુજરાતના દરેક જિલ્લાઓમાં થાય છે. તેવામાં ઘણી વખત દારૂ બિયરની બોટલો સાથે અથવા તો દારૂ બિયર પીતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે આવી જ રીતે મોરબીમાં જયેશ ઠાકોર નામના કોઈ વ્યક્તિના ઇન્સ્ટગ્રામ ઉપર એક વીડિયો મુકવામાં આવ્યો હતો અને તે વીડિયોમાં દેખાતા બે વ્યક્તિઓ બિયરના ચાર ટીન રાખીને તે બિયરના ટીન પીતા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં મંગળવારે બપોરના સમય દરમિયાન અપલોડ કરવામાં આવ્યો હતો અને આ વીડિયો અપલોડ થતાની સાથે જ પોલીસના ધ્યાન ઉપર વીડિયો આવતા પોલીસ તાત્કાલિક સક્રિય થઈ હતી અને વીડિયોની અંદર દેખાતા બે વ્યક્તિઓમાં એકનું નામ નુરો અને બીજાનું નામ બલ્લુ હોવાનું સામે આવ્યું હતું.

જેથી કરીને વીડિયોમાં દેખાતા બંને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી અને બીયર પીને સોશિયલ મીડિયામાં તેનો વીડિયો બનાવનારા આ બંને શખ્સોને બી ડિવિઝન પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને તે બંનેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આ બંને શખ્સો સામે અગાઉ ગુના નોંધાયા છે અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ દ્વારા બીયર પીતા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો હતો. જેથી તે બંનેની સામે વધુ એક વખત ગુનો નોંધીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW