HomeGujaratવાંકાનેર Dy.SP, 2 PI અને PSI અને 4 પોલીસ કર્મીને DGP એ...

વાંકાનેર Dy.SP, 2 PI અને PSI અને 4 પોલીસ કર્મીને DGP એ સન્માનિત કર્યા

તાજેતરમાં રાજકોટ રેન્જ કચેરી ખાતે ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટ રેંજમાં આવતા જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી આ કોન્ફરન્સમાં દરેક જિલ્લામાં અલગ અલગ ગુનાખોરી ડામવા થયેલા પ્રયાસ અન ડિટેકટ ગુના ઉકેલવા મહિલા અને બાળકો વિરુદ્ધ થતા ગુના અટકાવવા થયેલા પ્રયાસ સહિતની અલગ અલગ કામગીરી માટે થયેલી કામગીરી દરિયાઈ સુરક્ષા બાબતે થયેલ કામગીરી ની પણ સમીક્ષા કરાઈ હતી

આ ઉપરાંત અલગ અલગ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી અને પોલીસ કર્મીઓનું પણ સન્માન કરાયું હતું આ સન્માન કાર્યક્રમમાં મોરબી જિલ્લામાંથી ડીવાય એસપી સમીર સારડા પી આઈ એચ એ જાડેજા સાઈબર ક્રાઈમ પી આઈ આર એસ પટેલ PSI વી એન પરમાર, હેડ કોન્સ્ટેબલ હંસાબેન પાપોદરા ,જયેશભાઈ સોમાભાઈ વાઘેલા કોન્સ્ટેબલ કૌશિક બાબુભાઈ મણવર,ભાનુભાઈ બાલસારા સહિતના પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW