તા. 13 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી પ્રયાગ, ઉત્તરપ્રદેશમાં મહા કુંભ મેળો યોજાવાનો છે. 12 વર્ષ બાદ યોજાનાર આ કાર્યક્રમમાં 100 દેશોમાંથી 45 કરોડથી વધુ ભક્તો હાજરી આપશે એવો અંદાજ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ આ મહાકુંભને કચરા-મુક્ત (પ્લાસ્ટિક-મુક્ત) બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે, હાથ ધર્યું છે. તેથી દેશભરમાંથી સ્ટીલની પ્લેટો અને કાપડની થેલીઓ એકત્ર કરવામાં આવી રહી છે. સંઘની પર્યાવરણ સુરક્ષા પ્રવૃત્તિ સંસ્થાને આ કાર્ય હાથમાં લીધુ છે. સમગ્ર દેશમાથી, એકત્રીત થનાર આ પ્લેટો અને થેલીઓ મહાકુંભમાં અખાડાઓ અને લંગર ચલાવતી સંસ્થાઓને મોકલવામાં આવશે.
જમવા માટેના કે નાસ્તા માટે વપરાતા ડિસ્પોઝલ ડીશ વાટકા કારણે આ મહાકુંભમાં દરરોજ 4 હજાર ટનથી વધુ કચરો પેદા થાય તેવી સંભાવના છે, તેવો અંદાજ છે. તેથી આ વખતે સંઘે મહાકુંભને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે, આ પ્રકારનુ અભિયાન હાથ ધર્યુ છે. જો કોઈ વ્યક્તિ પોતે પ્લેટ અને બેગ ખરીદી શકતો નથી. તો તે 100 રૂપિયા, સહયોગ રાશી આપીને આ કાર્યને ટેકો આપી શકે છે. આ માટે સ્ટીલ પ્લેટની કિંમત 75 રૂપિયા અને કાપડની થેલીની કિંમત 25 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સંઘના સ્વયંસેવકો અને પ્રચારકો, સંઘના આ એક થાળી એક થેલો અભિયાન અર્થે આવશે, તો એ વખતે આપ પણ એક થાળી અને એક થેલો આપીને અને ન હોય તો સો રૂપિયા સહયોગ રાશી આપીને પ્રયાગરાજના આ મહાકુંભને સ્વચ્છ રાખવામાં આપનો સહયોગ આપવા જણાવ્યું છે.