HomeGujaratમોરબીમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબીમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબીના પંચાસર રોડ પાસે આવેલ મહાવીર નગરમાં પોતાના રહેણાંક મકાનમાં એક શખ્સ કોઈ પણ પ્રકારની ડીગ્રી વગર દર્દીઓની સારવાર કરતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસની ટીમ કલીનીક પર પહોચી હતી અને ડોક્ટર બનીને લોકોની સારવાર કરતા શખ્સ અશ્વીનભાઇ વેલજીભાઇ નકુમની પૂછપરછ કરી હતી અને તેની પાસે ડોકટરી પ્રમાણ પત્ર માગતા તે ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે શખ્સની ધરપકડ કરી હતી. તેના વિરુદ્ધ મેડીકલ પ્રેકટીશનર એકટ 30,33 મુજબ ગુનો નોધી તેની પાસેથી એલોપેથીક દવાઓ, બાટલા, ઇન્જેક્શન સહિત કુલ કી.રૂ. 18,762નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW