મોરબી રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મ ખાતે યોજાનાર લોકડાયરામાં ગુજરાતના નામી કલાકાર કિર્તીદાન ગઢવી લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહીતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવશે.
મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આયોજિત લોકડાયરો કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મ ખાતે યોજાશે. આ ભવ્ય લોકડાયરામાં ગુજરાતના નામી કલાકાર કિર્તીદાન ગઢવી લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહીતના કલાકારો ભજન સંતવાણીની રમઝટ બોલાવશે. મોરબી જિલ્લામાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી પશુ પક્ષીઓની સારવાર માટે તત્પર રહેતું કર્તવ્ય જીવદયા કેન્દ્ર ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરીને મુંગા અબોલ જીવો માટે જીવાદોરી સમાન બની વર્ષોથી સારવાર આપે છે. જેમને અનેક પશુ પક્ષીઓનની સેવા કરીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા મુંગા અબોલ જીવોને નવજીવન આપ્યા છે, ત્યારે આ સંસ્થા દ્વારા પશુ પક્ષીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ દવાખાનાનો તા.22 ડિસેમ્બર રવિવારના રોજ શુભારંભ થશે.
તેમજ સંસ્થા દ્વારા સેવાકીય કાર્યમાં વધુ એક ઉમેરો કરીને રસ્તે રઝળતા નંદી મારાજ માટે નંદીઘરના નિર્માણ માટે સંકલ્પ કર્યો છે. જેના લાભાર્થે આગામી તા.21 ડિસેમ્બરના રોજ રવાપર ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર ફાર્મ પાર્ટી પ્લોટ ખાતે ભવ્યાતિભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના જાણીતા નામી કલાકાર કિર્તીદાન ગઢવી લોક સાહિત્યકાર રાજભા ગઢવી ભજનીક મિલન પટેલ સહીતના કલાકારો વેગડ સાઉન્ડના સથવારે તેમના સુમધુર કંઠે ભજન સંતવાણીની રમઝટ બોલાવશે અત્રે ઉલ્લેખનીય છેકે, મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી આવતા ઘાયલ ઈજાગ્રસ્તો પશુ પક્ષીઓની સારવાર વિનામૂલ્યે કરીને કર્તવ્ય જીવદયા કેન્દ્ર નંદી મારાજને પણ પોતાનું ઘરનું ઘર મળે તેવા આશયથી સંસ્થાના 200 જેટલા સેવાભાવી સ્વયંસેવકોના ઉચ્ચ વિચારો થકી બિડુ ઝડપીને નંદીઘર બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના લાભાર્થે તા.21 ડિસેમ્બર શનિવારે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં મોરબીના જીવદયાપ્રેમીઓને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે.

