મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બતામીના આધારે મોરબી-2 કુબેર ટોકીજ પાછળ મફતિયાપરામાં પાણીની ટાંકી આવેલ આરોપી બચુભાઇ બણોધરાના રહેણાંકમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 189 બોટલ કુલ રૂ.- 91,467 અને એક મોબાઈલ મળી કુલ રૂ.- 96,467ના મળેલ મુદ્દામાલ સાથે આરોપી પકડી પાડ્યો હતો. આરોપીની પૂછતાછમાં દારૂનો આ જથ્થો ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામે રહેતો આરોપી વિપુલ સોમાભાઇ લોદરિયા આપી ગયાની કબુલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

