હળવદનાં રણજીત ગઢ અને કેદારિયા ગામની વચ્ચે 109 નંબર નાલા પાસે આજે બપોર સાડા બાર વાગ્યની આસપાસ મંગુબેન દશરથભાઈ બજાડિયા નામની મહિલા મહિલા તેના ત્રણ ગોપીબેન દશરથભાઈ બજાણીયા નિકુલ દશરથભાઈ બજાણીયા અને દોઢ વરસની અન્ય એક બાળકી સાથે રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા તે દરમિયાન માલગાડી આવી પહોંચતા બચવાનો પ્રયાસ કર્યો હતો.જોકે એક પાચ વર્ષની દીકરી. ગોપિબેન દશરથભાઈ બજાણિયા( ઉ.વ.5) અને એક સાડા ત્રણ વર્ષની દીકરો નિકુલ દશરથ ભાઈ બજાણિયા ટ્રેન નીચે કચડાઇ જતાં તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે મંગુબેનને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે દોઢ વર્ષના બાળકનો ચમત્કારી બચાવ થયો હતો. બનાવની જાણ થતાં ગામના સરપંચ વિષ્ણુભાઈ શિહોરાં દોડી ગયા હતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમજ ઘટના અંગે રેલવે પોલીસને જાણ કરતા રેલવે પોલીસની ટીમ દોડી ગઇ હતી અને અક્સ્માત મોત અંગેની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
રણજીતગઢ નજીક રેલ્વે ટ્રેક ઓળંગી રહેલ માતા 3 બાળકો ટ્રેન હડફેટે ચઢ્યા બે બાળકોના મોત,મહિલા ઈજાગ્રસ્ત
RELATED ARTICLES

