મોરબી જીલ્લાના માનસર ગામે મચ્છુ નદીમાં ચેકડેમના પાછળના ભાગે નારણકા ગામ તરફ અનીજ માફીયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવે છે. આ ખનીજ ચોરીને અટકવા ગ્રામ પંચાયત દ્વારા ભુસ્તર શાસ્ત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ મચ્છુ નદીમાંથી અનેક ગામના લોકો પોતાની ખેતીની જમીનમાં પિયત માટે પાણી મેળવે છે. જો આ મચ્છુ નદીમાંથી રેતી કાઢી નાખવામાં આવે તો નદીનું તળ નીચું જવાના કારણે પાણીમાં ખારાસ ઉત્પન્ન થાય છે. જેથી આ પાણીનો ખેડુતો સિંચાઈ માટે ઉપયોગ કરી શક્તા નથી અને જો પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે તો ખેડુતોની જમીન બિનઉપજાવ બની જાય છે. તેમજ આવા ખનીજ માફીયાઓ મચ્છુ નદીમાંથી ખનીજની ચોરી કરી સરકારને તથા ખેડુતોને કરોડો રૂપિયાનું નુકશાન કરે છે.
હાલમાં મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્યા કથળી ગયેલ હોય, ખનીજ માફીયાઓ બેફામ બનેલ હોય, તાત્કાલીક ધોરણે મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાં ચેકડેમના પાછળના ભાગે નારણકા ગામ તરફ પતી ખનીજ ચોરી અટકાવવા આપની કક્ષાએથી ઘટીન કાર્યવાહી કરી ખનીજ માફીયાઓ સામે કડક પગલા ભરવા માંગ કરી છે.

