મોરબીના સામા કાઠે આવેલા બૌધનગર સોસાયટીમાં રહેતા બોલેરો ચલાવતા જગદીશભાઈ કલાભાઈ પરમાર નામના આધેડના પાડોશી પ્રવીણભાઈ ઉચા વ્યાજે રૂપિયા લેતા હોવાથી તેઓ આર્થિક સંકડામણમાં ફસાઈ ગયા હતા જેથી તેઓએ પાડોશીના ધર્મે મદદ કરવા પોતાની બોલેરો વાહન પર એક લાખ રૂપિયાની તેમજ પ્રવીણભાઈના પત્ની જયશ્રી બેનના નામે 60 હજારની લોન કરવી આપી હતી અને વ્યાજમાંથી છુટા કરાવ્યા હતા જોકે જગદીશભાઈને આ મદદ ભારે પડી હતી કારણ કે પ્રવીણ ભાઈએ લોનના હપ્તા ન ભરતા બેન્ક દ્વારા એમના પર ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી રૂપિયા ભરપાઈ કરવાનું જણાવતા જે તે વખતે નોટરી લખાણ કરાવી દઈ દિવાળી પછી રૂપિયા આપી દેશે તેમ જણાવ્યું હતું જોકે આરોપી પ્રવીણભાઈ અને તેની પત્નીએ જગદીશભાઈને તું મારી પાસે કેમ રૂપિયા માંગે છે તેમ કહી ગાળો આપી ધમકી આપી હતી અને એક પણ પાચિયું આપવાનું થતું નથી તેમ હવે રૂપિયા ,માગીશ તો જાનથી હાથ ધોઈ બેસીસ તેવી ધમકી મારી હતી બનાવ અંગે જગદીશભાઈએ પ્રવીણભાઈ અને તેની પત્ની જયશ્રી બેન સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

