મોરબીના નાની વાવડી ગામે રહેતા સુનીલભાઇ ડાયાભાઇ વાઘેલા નામનો યુવાન GJ-03-EG-9417 નંબરનું બાઈક લઇ માળીયા ફાટક થી તરફ સર્કીટ હાઉસ તરફ આવતા હોય તે દરમિયાન GJ-36-V-1517 નંબરની સુપર કેરીનો ચાલક ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે રોંગ સાઇડમાં ચલાવી ફરિયાદીના બાઈક સાથે ભટકાડી અકસ્માત સર્જ્યો હતો. આ મામલે ફરીયાદીને બન્ને પગમાં ફેક્ચર છે તથા ડાબા હાથે ખંભાના ભાગે સામાન્ય ઇજા પહોચાડી આરોપી પોતાની સુપર કેરી વાહન મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે સુનીલભાઇએ તે માલવાહકના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

