HomeGujaratટંકારાના ઘુનડા ગામે વ્યાજખોરોએ પુત્રને મારી નાખવાની ધમકી આપી, ખેડૂતનું ખેતર...

ટંકારાના ઘુનડા ગામે વ્યાજખોરોએ પુત્રને મારી નાખવાની ધમકી આપી, ખેડૂતનું ખેતર પચાવી પાડ્યું

વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ કમર કસી રહી તેમ છતા વ્યાજખોરો બાજ આવતા નથી.

ત્યારે ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે મહિલાના પતિએ આરોપીઓ પાસેથી વ્યાજે નાણાં લીધેલ હોય જે મુદલ તેમજ વ્યાજ ચુકવ્યા છતાં આરોપીઓએ મહિલાના પતિને છરી દેખાડી ટંકારા લઈ જઈ મહિલાના પતિનું નવ વિઘાનું ખેતર પડાવી મહિલા તથા તેના પતિ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુંનડા (ખાનપર) ગામે રહેતા વર્ષાબેન બીપીનભાઈ કાસુંદ્રા (ઉ.વ.40)એ આરોપી કાલીકાસિંહ બનેસંગ ગોહિલ, સવજીભાઈ લવજીભાઈ માલકીયા અને મહેન્દ્રસિંહ રોહિતસિંહ ગોહિલ રહે. ત્રણે ઘુનડા (ખાનપર) તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના પતિ બીપીનભાઈને સિરામિકના ધંધામાં ખોટ જતા દેવુ થઈ જતા પોતાની જમીનનું સોદાખત કરી અડાણે મુકેલ હોય જે ખેતી છોડાવવા આરોપીઓ પાસેથી ત્રીસ લાખ વ્યાજે લીધેલ હોય જેથી આરોપીઓ ફરીયાદીના પતિને કામનું બહાનું કરી ટંકારા લઈ જઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરીયાદી તથા ફરીયાદીના દિકરા પ્રથમને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના પતિને ભયમાં મુકી છરી બતાવી ટંકારા સબ રજીસ્ટ્રાર કચેરીમાં લઈ જઈ ફરીયાદીના પતિની ડંભારૂ નામથી ઓળખાતી ખેતીની જમીન 09 વિઘાનુ ખેતર બળજબરીથી આરોપીએ પોતાના ભાઈ રોહિતસિંહ બનેસંગ ગોહિલના નામનો દસ્તાવેજ કરાવી લઈ ફરીયાદના પતિ પાસેથી ઊંચું વ્યાજ તથા મુદલ પૈકી 20 લાખ વસુલ કરી વ્યાજ સહિત બાકી રહેતા 12 લાખ લઈ ફરીયાદના પતિનું ખેતર લઈ જમીન ભુલી જજો એવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW