વાંકાનેરના ઢુવા ગામે આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા અને ત્યાં રહેતા મૂળ એમપીના વતની મુનાભાઇ કમલસીંગ ભુરીયા નામના યુવાનને કારખાનામાં મજુરી કામ કરવું ગમતું ન હોય અને છેલ્લા બે દિવસથી પેટમાં અસહ્ય દુઃખાવો થતા ગુમસુમ રહેતો હતો. જે બાદ ગત તા-06/12/2024ના રોજ અંતે કંટાળી જઇ પોતાની જાતે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

