વાંકાનેર તાલુકામાં આવેલ ખોડિયાર માતાજી ધામ માટેલ ખાતે દર્શનાર્થે આવેલ રાજકોટના રાજેશભાઇ ભીમજીભાઈ પાનસુરીયા ઉ.40 નામના યુવાન માટેલના ધરામાં પાણીના દર્શન કરવા જતા અકસ્માતે પડી જતા ડૂબી જવાથી તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

