HomeGujaratમોરબીમાં નર્મદા બાલ ઘર દ્વારા ડિસ્ટ્રિક્ટ સ્કૂલ સાયન્સ ટીચર કન્વેશન એકઝીબિશન એન્ડ...

મોરબીમાં નર્મદા બાલ ઘર દ્વારા ડિસ્ટ્રિક્ટ સ્કૂલ સાયન્સ ટીચર કન્વેશન એકઝીબિશન એન્ડ ડીકોર્સીસનું કર્યું આયોજન 

મોરબીની નર્મદા બાલઘર દ્વારા મોરબી ડિસ્ટ્રિક્ટ સ્કૂલ સાયન્સ ટીચર કન્વેશન એકઝીબિશન એન્ડ ડી કોર્સીસ કાર્યક્રમ સાર્થક વિદ્યામંદિર ખાતે સવારના 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી શ્રી સાર્થક વિદ્યામંદિર ના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ સ્કૂલ ઉંમરના વિદ્યાર્થી નવી ટેક્નોલોજીમાં તક મળતા પ્રવીણ થાય છે. તે બધા શિક્ષકો અને વાલીઓ સામે રજૂ કરવાનો હતો.    
આ કાર્યક્રમના  મુખ્ય અતિથિ તરીકે ડો. અનામિક શાહ, ડો. રમેશ ભાયાણી, ડો. દર્શન પટેલ,  ડી.વી. મહેતા, કિશોર હેમાણી, કિશોરભાઇ શુક્લ, મહેન્દ્રભાઇ અજમેરા, ડો.સી.કે.કાનાણી, કિરીટ વસ્સા જેવા શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા બાલઘર તરફથી ટ્રસ્ટીઓ, વિવિધ શિક્ષક અને સેવકો હાજર હતા. આ કાર્યક્રમ શાળાના 10 થી 18 વર્ષના 30 બાળકો દ્વારા સંચાલન તથા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુલ 6 બુથમાં અનુભવી વિજ્ઞાન, 3ડી પ્રિન્ટિંગ, ડ્રોન ટેક્નોલોજી, ડિજિટલ સિટિજન, A.I ટૂલ્સ,  A.I પ્રોડક્ટ, Virtual Reality, ડ્રૉઇંગ, ડિજિટલ ડ્રૉઇંગ, એનિમેશન સ્ટોરી, સ્ટોન મ્યુરલ વર્ક, ઈલેક્ટ્રોનિક મ્યુરલ વર્ક, ભરતગૂંથણ, કમ્પ્યુટર ઓપરેશન, કમ્પ્યુટર કોડિંગ વગેરે પ્રકારના કોર્સનું પ્રદર્શન યોજાયું હતું.નર્મદા બાલઘરે ખૂબ જ ઝડપથી બદલતી કોમ્પિટીટીવ દુનિયામાં સફળ થવા માટે શાળાની ઉમરથી જ બીજ વાવે છે, તેના દાખલા સાથે સાબિતીઓ આપી. એક સુથાર ફેમિલીમાંથી આવતો 18 વર્ષ નો યુવાન 3ડી  printer જેવી નવી ટેક્નોલોજી નર્મદા બાલઘરમાં સીખીને અત્યારે પોતાનો 3ડી પ્રિંટરનો વ્યવસાય કરે છે. તે હાજર રહ્યો.

સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીઓ એનિમેશનના વીડિયો બનાવી રજુ કરવામાં આવ્યા હતા. 11 થી 14 વર્ષની દિકરીઓએ માઈક્રોસોફ્ટ ઓફિસ ચલાવીને દેખાડ્યું અને તેમના ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ રજુ કર્યા. ક્રિએટિવ આર્ટમાં બાળકોએ પોતાના દ્વારા બનાવેલા સ્ટોન મ્યુરલ, ઇલેક્ટ્રોનિક્સ મ્યુરલ તથા ક્રિએટિવ ફાનસ સેલ કરવાનું પોતાનું આયોજન બતાવ્યું હતું. બાળકોએ પોતાના ડ્રોન પાઇલોટિંગની સ્ક્રીલ બતાવી. 12 વર્ષના બાળકોએ મેડિકલ સાયન્સની પોતાની ક્રિએટિવિટી તથા જ્ઞાન મહેમાનોનું બ્લડ ગ્રુપ ટેસ્ટીંગ કરીને પણ બતાવ્યું હતું. શાળાના બાળકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટુલ્સ નો ઉપયોગ કરીને બતાવ્યું હતું. આ પ્રદર્શન મોરબીના બાળકો, માતા-પિતાઓ, શિક્ષણવિદો સહિત કુલ 2000 થી વધુ લોકોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ગઢડાના કાનાણીએ બાલઘરમાં ચાલતી પ્રવૃત્તિઓ તેમની સ્કૂલમાં ચાલુ કરવાની ઈચ્છા દાખવી હતી. ડી.વી.મેહતા બાલઘરમાં ચાલતી પ્રવૃત્તિઓ રાજકોટની શાળાઓમાં પહોંચાડવાનું વચન આપ્યું હતું. મેક્સિકો નિવાસી અને 29 દેશોના પ્રવાસ કરી ચૂકેલા દર્શનભાઈ પટેલે ખાસ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી, તેમજ નર્મદા બાલઘર ના આ કાર્યને એક અભૂતપૂર્વ સિદ્ધિ તરીકે ગણાવી હતી. ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી ભરત મહેતા, ટ્રસ્ટી જયેશભાઇ ઓઝા, જનરલ મેનેજર સાગર રાતપિયાએ આ સ્કીલ દરેક શાળા સિક્ષકો તથા બાળકોને પહોંચે તે માટે 300 થી વધુ શાળાના શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW