HomeGujaratમોરબીમાં વાવડી ચોકડી નજીક મળેલી યુવકની લાશમાં લુંટના ઈરાદે હત્યા થવાની આશંકા

મોરબીમાં વાવડી ચોકડી નજીક મળેલી યુવકની લાશમાં લુંટના ઈરાદે હત્યા થવાની આશંકા

મોરબીમાં વાવડી ચોકડી પાસેથી વેફર્સની ફેરી કરતા યુવાનનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા માથાના ભાગે ઈજાના નિશાન દેખાતા હત્યાની આશંકા એ લાશ રાજકોટ ખસેડાઇ હતી તબીબોએ પણ પીએમ હત્યાની પુષ્ટિ કરતા એ ડિવિઝન પોલીસે જ્યાં કામ કરતો હતો તે એજન્સીના સંચાલક ની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીમાં વાવડી ચોકડી પાસે આજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જાણ થતાં જ એ ડિવિઝન પી.આઈ હકુમતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ રાજેશ કાંતિલાલ જોશી નામના ૨૨ વર્ષીય અને નેશનલ હાઇવે પર ટીંબડી નજીક આવેલા કાવેરી સિરામિક સામેની રાધિકા સેલ્સ એજન્સીના  ગોડાઉન માં રહેતો મૂળ પોરબંદર જિલ્લાના ઓડદર ગામના વતની હોવાનું તથા આ યુવાન બાલાજી વેફર્સની ફેરી કરતો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે આ યુવાન માલની  જીજે03 Ax8671 નંબરની છોટા હાથી  લઈને નીકળ્યા બાદ આજે આ યુવાનનો મૃતદેહ રીક્ષામાંથી મળી આવ્યો છે. રીક્ષાનો આગળનો કાચ પણ તૂટેલો છે અને યુવાનના માથાના ભાગે પણ ઇજા જોવા મળી હતી જેથી મૃતદેહના ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં હત્યા થયાનું સામે આવ્યું હતું જે બાદ આં અંગે  ગોડાઉન સંચાલક નિખિલભાઈ શિવલાલભાઈ બારેજીયાએ એ ડિવિઝન પોલીસ મથક અજાણ્યા શખસો સામે ફરીયાદ નોંધાવી હતી.  

તક રાજેશ કાંતિલાલ જોશી ગત તા.૧ ના રોજ સવારે તેના ગોડાઊનથી જીજે03 Ax8671 નંબરની છોટા હાથી લઈને નીકળ્યા બાદ મોડી રાત સુધી પરત ફર્યો ન હતો જેથી ગોડાઉન માલિક નીખીલભાઈ દ્વારા ફોન કરતા ફોન બંધ આવ્યો હતો તેમજ કોઈ પત્તો લાગ્યો ન હતો આજે સવારે વાવડી રોડ પર યુવકનો ઈજા ગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળ્યો હતો અને તેની પાસેના દિવસ દરમિયાન થયેલા કલેક્શન બેગ ખાલી હતી વાહનના કાગળ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવ્યા હતા તો મોબાઈલ પણ ગુમ હોવાથી લૂંટ ના ઇરાદે હત્યા થવાની સંભાવના સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW