મોરબી જિલ્લામાં સતત વધીરહેલા દારૂના દુષણ બાબતે ફરીયાદ સતત વધી રહી છે યુવાનો દારૂના રવાડે ચઢી પોતાના અને ઘરના ભવિષ્યને જોખમમાં મૂકી રહ્યા છે તો પછાત અને ગરીબ પરિવાર તો દેશીદારૂ ના દુષણ હેઠળ એવો દબાયો છે કે ઘરમાં કમાનાનાર વ્યક્તિ દારૂ રવાડે ચઢી જાય તો આખું પરિવાર ગરીબી અને ભૂખમરામાં ધકેલાય તેવી સ્થિતિ બની છે ત્યારે આવા દારૂના હાટડા પર પોલીસે એક્શન લીધા હતા અને
રેન્જ આઇજી ના ઇન્સ્પેકશન બાદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સમગ્ર જિલ્લા પોલીસ દ્વારા અચાનક અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને દેશી દારૂ ના હાથલા ચલાવતા તત્વો પર એક્શન લેવામાં આવ્યા હતા અને અલગ અલગ પોલીસ મથકો માંથી કુલ 821 લિટર દેશી દારૂ 1053 લિટર દારૂ બનાવવાનો આથો 10 બોટલ વિદેશી દારૂ સહિત કુલ 1.89 લાખનો મુદ્દા માલ માત્ર એક જ દિવસમાં પકડાયો હતો જિલ્લાના અલગ અલગ પોલીસ મથક મથકમાં કુલ 89 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. પોલીસ મથક મુજબ વાત કરીએ તો આ ડ્રાઇવ દરમિયાન સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં 9 ગુના બી ડિવિઝન પોલીસ મથકમાં 12 ગુના તાલુકા પોલીસ મથકમાં 20 ગુના વાંકાનેર સિટી પોલીસ મથકમાં 8અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં 10 ગુના નોંધવામાં આવ્યા હતા તો હળવદ તાલુકા પોલીસ મથકમાં એક જ દિવસમાં 14 દેશી દારૂના ગુના નોંધવામાં આવ્યા હતા, આ ઉપરાંત માળિયામાં પાંચ અને ટંકારામાં નવ ગુનાઓ

