મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કોસીના સિરામિક ફેકટરીમાં કામ કરતા અને મૂળ ઝારખંડના વતની વિકાસ સામરામભાઈ મુંડા નામના યુવાનને ફેકટરીમાં RJ-06-GD-2052 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે રિવર્સમાં લેતી વખતે હડફેટે લેતા તે પાછળના જોટામા આવી જતા ટાયર પગ ઉપર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં વિકાસ મુંડાનો ડાબો પગ કાપવા પડ્યો હતો. આ બનાવ મામલે વિકાસે આરોપી ટ્રેઇલર ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

