મોરબીના જેતપર ગામે આવેલ પેન્ટાગોન કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા કવિતાબેન રાજકુમાર આદીવાસી ઉ.વ.40 નામના પરણીતાએ ગઈકાલના રોજ કોઇ કારણસર ગળેફાંસો ખાઇ લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

