મોરબીના કાલિકા પ્લોટમાં શેરી નં-04 રામાપીરના મંદિર પાસે રહેતા મિલનભાઈ પોપટભાઈ જાદવે આરોપી ઇબ્રાહિમભાઈ ઉર્ફે કાળુ કાકા લંજા તથા સિરાજ દાઉદભાઈ લંજા રહે. બંને કાલીકા પ્લોટ શેરી નં-04 રામાપીરના મંદિર પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી ઇબ્રાહિમ ફરીયાદીના મકાનના પાછળના ભાગે નવેરામાં પતરા મારી બંધ કરતા હોય જે બાબતે ફરીયાદી આરોપીને કહેતા જે સારૂ નહી લાગતા આરોપીઓ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ લઈ ફરીયાદના ઘરમાં પ્રવેશ કરી યુવકને ધોકા તથા પાઈપ વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

