મોરબી નવલખી રોડ પાસે આવેલ લાયન્સનગર આરકલી સોસાયટીની સામેની શેરીમાં રહેતા દેવેન્દ્રભાઈ મોહનભાઈ પરમારે આરોપી પ્રવિણભાઇ દુદાભાઈ પરમાર, ભરતભાઇ દુદાભાઈ પરમાર, અમુભાઈ મોતીભાઈ પરમાર અને જયેશભાઇ અમુભાઈ પરમાર વિરુદ્ધ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના નાનાભાઇ પ્રકાશે તેમના કુટુંબી દાદી રાજુમા સાથે મીઠાના કારખાનામાં ભાગ રાખ્યો હતો. જે બાબતે આરોપીઓને સારૂ ન લાગતા આરોપીઓએ ફરીયાદી તથા ફરીયાદીના પપ્પા અને ભાઇ સાથે ગાળા ગાળી તથા ઝપાઝપી કરી આરોપીએ તેની પાસેની GJ-36-L-8657 નંબરની એસ પ્રેસો ગાડી વાળીથી ફરીયાદીના પાર્ક કરેલ બે બાઈકને ટક્કર મારી નુક્શાન કરી તથા ફરીયાદીને જમણા હાથની આંગળીઓ પર તલવારથી ઇજા પહોંચાડી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

